પાલિતાણાના શિક્ષકનું પર્યાવરણ જતન કાર્ય
પાલિતાણાના શિક્ષકનું પર્યાવરણ જતન કાર્ય
Published on: 05th June, 2026

પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાએ ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરીને એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મોરારિબાપુની શાળામાં પધરામણી બાદ શબરી વન બનાવવાનું સ્વપ્ન રાહી ફાઉન્ડેશન, અમદાવાદના 22,000 રૂપિયાના યોગદાનથી પૂર્ણ થયું. આ નિર્માણમાં ઔષધીય અને પર્યાવરણને અનુકૂળ વૃક્ષારોપણ કરીને 'રાહી શબરી વન' તૈયાર કરાયું છે. બાળકોના અભ્યાસ માટે અનુકૂળ 100થી વધુ વૃક્ષોનું જતન કરાશે, જેમાં શિક્ષકે 100 કલાકનું યોગદાન આપ્યું. આ વન વિશ્વ પર્યાવરણ દિનના રોજ શાળા પરિવાર માટે ખુલ્લું મૂકાશે.