ફતેગંજની મહારાણા પ્રતાપ સ્કૂલમાં બાળકોએ ૧૨૦૦ ચોરસ મીટરનો શાકભાજી અને ફ્રુટ ગાર્ડન બનાવ્યો
ફતેગંજની મહારાણા પ્રતાપ સ્કૂલમાં બાળકોએ ૧૨૦૦ ચોરસ મીટરનો શાકભાજી અને ફ્રુટ ગાર્ડન બનાવ્યો
Published on: 04th June, 2026

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મહારાણા પ્રતાપ સ્કૂલ 'મિશન ગ્રીન સ્કૂલ' કન્સેપ્ટ હેઠળ પ્રેરણારુપ બની છે. સ્કૂલના ૧૨૦૦ ચોરસ મીટરના કેમ્પસમાં બાળકોની મહેનતથી એક સુંદર શાકભાજી ગાર્ડન તૈયાર થયું છે. જેમાં બીટ, ગાજર, મૂળા, હળદર, મરચા, ટામેટા, આદુ, ભીંડા જેવા અનેક શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. હવે બાળકો ફ્રુટ ગાર્ડન વિકસાવવાની પ્રવૃત્તિમાં પણ સક્રિયપણે જોડાયેલા છે અને છોડની માવજત કરી રહ્યા છે.