દાહોદની ઢઢેલા ક્લસ્ટરની શાળાઓમાં જીવન કૌશલ્ય પ્રવૃત્તિઓ અને બાળ મેળાનું આયોજન
દાહોદની ઢઢેલા ક્લસ્ટરની શાળાઓમાં જીવન કૌશલ્ય પ્રવૃત્તિઓ અને બાળ મેળાનું આયોજન
Published on: 09th August, 2026

લીમખેડા તાલુકાના ઢઢેલા ક્લસ્ટરની તમામ શાળાઓમાં બાળ મેળા તથા લાઈફ સ્કીલ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ધોરણ 1 થી 5 અને 1 થી 8 ની શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માટીકામ, ચિત્રકામ, સર્જનાત્મક પ્રવૃત્તિ, દરજી કામ, ઇલેક્ટ્રિક કામ, રંગોળી જેવી જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ સામેલ હતી. વિદ્યાર્થીઓમાં મૌલિકતા, સાહસિકતા જેવા ગુણોના વિકાસ સાથે દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂર્વક પૂર્ણ કરવાની આવડત કેળવાય તે હેતુ હતો.