ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નથી: શાળાઓની દાદાગીરી પર લગામ
ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નથી: શાળાઓની દાદાગીરી પર લગામ
Published on: 28th July, 2026

ગુજરાતમાં ધોરણ-1 માં પ્રવેશ માટે હવે પ્રી-સ્કૂલ કે બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાત રહેશે નહીં. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા સ્પષ્ટ આદેશ જાહેર કરાયો છે કે, સર્ટિફિકેટના અભાવે કોઈપણ બાળકનો પ્રવેશ અટકાવી શકાશે નહીં. અનેક ખાનગી શાળાઓ આ નિયમનો લાભ ઉઠાવી વાલીઓને પરેશાન કરતી હતી. RTE Actની કલમ-14 મુજબ, પ્રવેશ માટે ફક્ત બર્થ સર્ટિફિકેટ અને નિર્ધારિત વય જ ધ્યાનમાં લેવાશે. જો કોઈ શાળા નિયમનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે.