સુરતમાં 75 લાખ વૃક્ષો વાવવાની વાતો વચ્ચે બિલ્ડરો માટે વૃક્ષો કપાતા હોવાના આક્ષેપ!
સુરતમાં 75 લાખ વૃક્ષો વાવવાની વાતો વચ્ચે બિલ્ડરો માટે વૃક્ષો કપાતા હોવાના આક્ષેપ!
Published on: 28th July, 2026

સુરત મહાનગરપાલિકા 75 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરી રહી છે અને મિયાવાકી ફોરેસ્ટ જેવા પ્રોજેક્ટને વેગ આપી રહી છે. જોકે, શહેરમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડર પ્રોજેક્ટ્સ અને વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. રાત્રિના સમયે પણ વૃક્ષો કપાઈ રહ્યા હોવાની ફરિયાદો બાદ વિજીલન્સ તપાસની માંગ કરાઈ રહી છે. પાંચ ફૂટ ઊંચાઈના 50 હજાર નવા રોપા ખરીદવાની તૈયારી વચ્ચે, રાંદેર ઝોનમાં જાહેરાતના બોર્ડ માટે અને બિલ્ડર પ્રોજેક્ટમાં વૃક્ષોનું નિકંદન થયું છે. આ કપાત અંગે મંજૂરી કોણે આપી અને તેની દેખરેખ કોણ રાખે છે તેવા પ્રશ્નો ઉઠ્યા છે.