પંચમહાલના ગોધરા-વડોદરા હાઈવે પરથી 93.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પંચમહાલના ગોધરા-વડોદરા હાઈવે પરથી 93.48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Published on: 28th July, 2026

ગુજરાતમાં પ્રોહિબિશન કાયદાના ભંગ બદલ પંચમહાલ LCB ટીમે ગોધરા-વડોદરા નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી. બેઢીયા ખડકી ટોલનાકા નજીક 'નીલકંઠ પંજાબી હોટલ'ના પાર્કિંગમાં એક શંકાસ્પદ કન્ટેનરમાંથી 93.48 લાખ રૂપિયાની કિંમતની 45,500 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ જંગી જથ્થાના સપ્લાય અને નેટવર્ક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.