અમદાવાદ L.D. એન્જિનિયરીંગ કોલેજ: પરીક્ષા દરમિયાન પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને બે લાફા
અમદાવાદ L.D. એન્જિનિયરીંગ કોલેજ: પરીક્ષા દરમિયાન પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને બે લાફા
Published on: 28th July, 2026

અમદાવાદની L.D. એન્જિનિયરીંગ કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને બે લાફા મારવાની ઘટના CCTVમાં કેદ થઈ છે, જે હાલ વાયરલ થઈ રહી છે. આ ઘટના 2 જૂનની હોવાનું અનુમાન છે. વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચે બોલાચાલી થયા બાદ પ્રોફેસર ઉશ્કેરાઈ ગયા હતા. વિદ્યાર્થીએ કોલેજમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ છે. કોલેજ પ્રિન્સિપાલે જણાવ્યું કે, નિયમ મુજબ કાર્યવાહી માટે રિપોર્ટ ટેક્નિકલ કમિશનરને મોકલી અપાયો છે.