5 શાળાઓના 1151 વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા
5 શાળાઓના 1151 વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા
Published on: 05th August, 2026

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા યુવાધનને વ્યસનમુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે ‘ઉઠો જગત કે વાસ્તે’ અને ‘10 કરોડ નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા’ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. આ કાર્યક્રમમાં 5 વિવિધ શાળાઓના 1151 વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહી સન્માર્ગે ચાલવાના શપથ લીધા. બાબાપુર, જાણિયા, વડેરા, મોટાઆંકડીયા અને માંગવાપાળની શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કિંજલબેને જણાવ્યું કે, સાચી સફળતા ચારિત્ર્ય અને આત્મબળના વિકાસમાં છે, જે માટે વ્યસન, ફેશન અને મોબાઈલની ગુલામીથી મુક્ત થવું અનિવાર્ય છે.