કચ્છના રાયધણપર અને વરનોરા ગામમાં પથ્થરમારો.
કચ્છના રાયધણપર અને વરનોરા ગામમાં પથ્થરમારો.
Published on: 30th May, 2026

કચ્છ જિલ્લામાં બે અલગ-અલગ ગામોમાં હિંસક ઘટનાઓ સામે આવતા તણાવનો માહોલ સર્જાયો છે. રાયધણપર ગામમાં જૂની અદાવત અથવા સામાન્ય વિવાદને લઈને બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો અને અથડામણ થઈ હતી, જેમાં 3થી 4 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, વરનોરા ગામમાં આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કરવાનો પ્રયાસ કરીને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. બંને ઘટનાઓ બાદ પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો છે, કેટલાક તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી છે અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.