મેમકાના યુવાન પાસેથી ગેરકાયદેસર છરી મળી
મેમકાના યુવાન પાસેથી ગેરકાયદેસર છરી મળી
Published on: 01st June, 2026

વઢવાણ પોલીસે મેમકા ગામના સચિનભાઈ રણછોડભાઈ થરેશા નામના ૨૬ વર્ષીય યુવાનને ખારવાની પોળ પાસેથી એક ફૂટ લાંબી ગેરકાયદેસર છરી સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા યુવાનને રોકી તલાશી લેતા છરી મળી આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમલમાં મુકાયેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ બદલ એ.એસ.આઈ. એ.કે. રાઠોડે ગુજરાત પોલીસ એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી યુવાનની અટકાયત કરી છે.