ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર!
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર!
Published on: 01st June, 2026

ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી Rajya Sabha બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. ગુજરાતની 4 મહત્વની Rajya Sabha બેઠકો માટે 8 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 11 જૂન ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 18 જૂને મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. આ બેઠકો પર રામભાઈ મોકરીયા, અમીન નરહરિ, શક્તિસિંહ ગોહિલ અને રમીલા બેન બારા નિવૃત્ત થઈ રહ્યા છે.