રાજકોટમાં સેન્ટ્રલ બસ પોર્ટ નજીકના સ્પામાં પોલીસનો દરોડો.
રાજકોટમાં સેન્ટ્રલ બસ પોર્ટ નજીકના સ્પામાં પોલીસનો દરોડો.
Published on: 01st June, 2026

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના ધમધમતા સેન્ટ્રલ બસ પોર્ટ નજીકના કોમ્પ્લેક્સમાં એક સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. આયોજિત પ્લાન અંતર્ગત ડમી ગ્રાહક મોકલી સિગ્નલ મળતા જ કાર્યવાહી કરવામાં આવી. આ દરોડામાં મજબૂરીવશ આ ધંધામાં ધકેલાયેલી 5 યુવતીઓને મુક્ત કરવામાં આવી છે. પોલીસે સ્પા સંચાલક અને મેનેજર સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.