તળાજાના દિહોર-લાકડિયા રોડ પર દેશી તમંચા સાથે બે શખ્સની ધરપકડ
તળાજાના દિહોર-લાકડિયા રોડ પર દેશી તમંચા સાથે બે શખ્સની ધરપકડ
Published on: 29th September, 2026

ભાવનગર LCB ની ટીમે તળાજા તાલુકાના દિહોર-લાકડિયા રોડ પરથી નેફામાં દેશી તમંચા લઈને ઉભેલા દિહોર અને પીથલપુરના બે શખ્સોને ઝડપી લીધા હતા. ભાવનગર LCB ની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળતા કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહીમાં દિલીપ ઉર્ફે સુખો મકવાણા અને દીપક ઉર્ફે દીપ લાધવા નામના શખ્સોની અટક કરી તેમના પાસેથી કુલ રૂ. ૧૦,૦૦૦ની કિંમતના બે દેશી તમંચા કબજે લેવાયા હતા. ત્યારબાદ બંને શખ્સોને તળાજા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હવાલે કરાયા હતા.