નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃ
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃ
Published on: 24th June, 2026

વડોદરાના નંદેસરી વિસ્તારમાં યુવકના ઘરમાં ઘૂસી મારક હથિયારો વડે ઘાતકી હુમલો કરવાના ચકચારી બનાવમાં પોલીસે બે હુમલાખોરને ઝડપી પાડયા છે. જ્યારે,સૂત્રધાર સહિતના હુમલાખોરો ફરાર છે. નંદેસરીના શિવાજી નગરમાં રહેતા રાજવીરસિંહ નામના યુવકની પત્ની પિયરમાં ચાલી જતાં કોર્ટમાં કેસ ચાલે છે. જે કેસની ગઇ તા.૧૭મી જૂને મુદત હોવાથી રાજવીર હાજરી આપવા ગયો હતો. આ વખતે ત્યાં  પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલનો પુત્ર અને વડોદરા તાલુકા પંચાયતનો પૂર્વ ઉપ પ્રમુખ રાજેન્દ્ર ઉર્ફે લાલો પણ હાજર હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.