દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરા નજીક 12 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરા નજીક 12 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી
Published on: 18th September, 2026

વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે. વાસદ નજીકથી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે. આ ટ્રકમાં વેસ્ટ પાવડરની થેલીઓની નીચે છુપાવેલો 12.80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી ટ્રક, દારૂ સહિત કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.