વડોદરાના યુવકે ટૂંકા ગાળે 6000 મીટરથી ઊંચા બે શિખરો કર્યા સર
વડોદરાના યુવકે ટૂંકા ગાળે 6000 મીટરથી ઊંચા બે શિખરો કર્યા સર
Published on: 18th September, 2026

વડોદરાના પર્વતારોહક હિતેશ પટેલે તાજેતરમાં 6,000 મીટરથી ઊંચાઈ ધરાવતા બે પર્વત શિખરો 'આલ્પાઇન સ્ટાઇલ' પદ્ધતિથી સફળતાપૂર્વક સર કર્યા છે. હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં આવેલા માઉન્ટ શિન્કુન ઈસ્ટ (૬,૦૮૧ મીટર) અને માઉન્ટ યુનમ (6,111 મીટર) પર ટૂંકા ગાળામાં આરોહણ કરીને તેમણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ પદ્ધતિમાં કોઈ હેલ્પર કે તૈયાર હાઈ કેમ્પ વિના પોતાની સાથે સામાન લઈ પર્વતારોહણ કરવામાં આવે છે. પડકારજનક માર્ગો પાર કરી તિરંગો લહેરાવી તેમણે વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.