બુધેલ ગામમાં નાસ્તાના પૈસા બાબતે યુવક પર તલવારથી જીવલેણ હુમલો
ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં નાસ્તાના પૈસા બાબતે થયેલી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ યુવકના ઘરે ઘૂસી તલવાર અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કર્યો. જૂની અદાવત અને પૈસાની લેતીદેતીની બાબતને કારણે આ હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
