પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી
પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી
Published on: 24th June, 2026

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપવામાં આવતા વડોદરા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડી ખાનગા મહોલ્લો માસૂમ એપાર્ટમેન્ટમાં રહેતા ૨૦ વર્ષના ફેઝલ ફિરોજભાઇ મકરાણીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે હું તથા મારો મિત્ર આફતાબ પાણીગેટ જી.ઇ.બી. ઓફિસના ઢાળ પર ઊભા હતા. તે દરમિયાન જૂના ઝઘડાની અદાવત રાખી ફેસલ પઠાણ તથા અકવીરે મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.