મંજૂરી વિના જાહેરાત કરનારાઓ પાસેથી ₹13,600 નો દંડ વસૂલાયો
મંજૂરી વિના જાહેરાત કરનારાઓ પાસેથી ₹13,600 નો દંડ વસૂલાયો
Published on: 02nd July, 2026

જુનાગઢ મહાનગરપાલિકાની માલિકીની મિલકતો પર મંજૂરી વગર જાહેરાત સ્ટીકર અને બોર્ડ લગાવનાર ત્રણ લોકો પાસેથી કુલ ₹13,600 નો દંડ વસૂલવામાં આવ્યો છે. મોતીબાગ વિસ્તારમાં 'સ્વાતિ ફેશન જ્વેલરી' પાસેથી ₹10,000, જલારામ ટ્યુશન પાસેથી ₹2,500 અને રાધિકા બ્યુટી ઝોન પાસેથી ₹1,100 નો દંડ લેવાયો છે. મહા નગરપાલિકાએ ગેરકાયદેસર જાહેરાતો દૂર કરાવી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની લેખિત બાહેધરી પણ લીધી છે.