અમદાવાદના આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો
અમદાવાદના આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો
Published on: 02nd July, 2026

અમદાવાદના ચંડોલા તળાવ વિસ્તારમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો, જેમાં ક્રાઈમ બ્રાન્ચના JCP ઈજાગ્રસ્ત થયા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે વળતી કાર્યવાહી કરીને આરોપીના પગમાં ગોળી મારી તેને કાબૂમાં લીધો. ઘાયલ JCP અને આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.