અમદાવાદમાં 50% નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડી!
અમદાવાદમાં 50% નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડી!
Published on: 02nd July, 2026

અમદાવાદમાં રિયલ એસ્ટેટ વેપારીને પાણીની બોટલના નવા પ્લાન્ટમાં 50% નફાની ભાગીદારીની લાલચ આપી 1.55 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ કૌભાંડ વેપારીના 10 વર્ષ જૂના મેનેજર, તેના પુત્ર અને પુત્રવધૂએ મળીને આચર્યું છે. આરોપીઓએ મશીનરી ખરીદવાના નામે ખોટા બિલ અને બેન્ક સ્ટેટમેન્ટ બનાવી વેપારી પાસેથી નાણાં પડાવી લીધા હતા. આખરે, મશીનરી ચોરી કરવાનો પ્રયાસ કરતા ભાંડો ફૂટ્યો અને પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે.