સુરતમાં જિમ ટ્રેનિંગના બહાને કિશોરીની છેડતી, પિતરાઈ ભાઈએ જ દાનત બગાડી આપી ધમકી.
સુરતમાં જિમ ટ્રેનિંગના બહાને કિશોરીની છેડતી, પિતરાઈ ભાઈએ જ દાનત બગાડી આપી ધમકી.
Published on: 08th May, 2026

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં 14 વર્ષની પાવરલિફ્ટર કિશોરી સાથે તેના જ પિતરાઈ ભાઈ અને જિમ ટ્રેનરે છેડતી કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ટ્રેનિંગના બહાને આરોપીએ કિશોરી સાથે અશ્લીલ હરકતો કરી અને બીભત્સ માંગણીઓ મૂકી હતી. કિશોરીએ વિરોધ કરતા તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. ડર છતાં કિશોરીએ આખરે પરિવારને જાણ કરી, જેના બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.