હિંમતનગરના તલોદ પોલીસે CEIR પોર્ટલની મદદથી 10 ગુમ થયેલા મોબાઇલ માલિકોને ફોન પરત કર્યા
હિંમતનગરના તલોદ પોલીસે CEIR પોર્ટલની મદદથી 10 ગુમ થયેલા મોબાઇલ માલિકોને ફોન પરત કર્યા
Published on: 01st September, 2026

તલોદ પંથકમાંથી ગુમ થયેલા 10 મોબાઇલ ફોન, જેની કિંમત ₹1,45,861 થાય છે, તે CEIR પોર્ટલ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તલોદ પોલીસે શોધી કાઢ્યા છે. તલોદ પીઆઈ સી.જી. રાઠોડની સૂચના હેઠળ કાર્યરત ટીમે આ સફળતા મેળવી છે. ભાવિકકુમાર પટેલ, કમલેશભાઇ નાડીયા સહિત 10 અરજદારોને તેમના કિંમતી મોબાઇલ ફોન રૂબરૂ સોંપવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો સામાન પરત મળતાં અરજદારો ખૂબ ખુશ થયા હતા.