ડીજીપી જી.એસ.મલિકની વડોદરા મુલાકાત
ડીજીપી જી.એસ.મલિકની વડોદરા મુલાકાત
Published on: 22nd July, 2026

રાજ્યના પોલીસ વડા ડીજીપી જી.એસ.મલિકે વડોદરાની મુલાકાત દરમિયાન સાયબર ક્રાઈમ અને સ્ટ્રીટ ક્રાઈમ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમણે દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા અને આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. ટ્રાફિક સમસ્યા અને માર્ગ અકસ્માતોને પ્રાથમિકતા આપવા તથા નાઈટ વિજિલન્સ તથા સઘન પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી. તેમણે પોલીસ અને જનતા વચ્ચે સમન્વય વધારવા પર પણ વિશેષ ભાર મૂક્યો, જેનાથી પોલીસ અધિકારીઓના મનોબળમાં વધારો થશે.