સુરત LCBએ 'અવધ સાંગ્રીલા' સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપ્યા
સુરત LCBએ 'અવધ સાંગ્રીલા' સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપ્યા
Published on: 10th October, 2026

સુરત જિલ્લાના પલસાણા સ્થિત 'અવધ સાંગ્રીલા' સોસાયટીના એક બંગલામાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર સુરત LCB (Local Crime Branch) દ્વારા દરોડો પાડવામાં આવ્યો. આ કાર્યવાહીમાં સ્થળ પરથી જુગાર રમતા 11 જેટલા શખ્સોની ધરપકડ કરાઈ છે. પોલીસે રૂ. 8 લાખથી વધુ રોકડ, 5 લક્ઝુરિયસ કાર, મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 56.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંગલાના માલિક ગોરધન સરવૈયાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ છે. પકડાયેલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરાઈ છે.