ઇન્દોરમાં ભાઈની હત્યાનો બદલો!
ઇન્દોરમાં ભાઈની હત્યાનો બદલો!
Published on: 21st June, 2026

ઇન્દોરમાં ભાઈની હત્યાનો બદલો લેવા માટે એક આરોપીની હત્યામાં સંડોવાયેલા કથિત શૂટરને વડોદરાની હરણી પોલીસે ઝડપી પાડ્યો છે. ૨૧ મેના રોજ ઇન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિ તોમરની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે અભિ તોમરે બે વર્ષ પહેલાં ભિંડ ખાતે વિષ્ણુ યાદવની હત્યા કરી હતી. વિષ્ણુનો ભાઈ ગુલશન યાદવ અને તેના સાગરીતોએ અભિ તોમર જેલમાંથી છૂટ્યા બાદ બદલો લેવાની યોજના બનાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.