સાબરકાંઠામાં નશાના કાળા કારોબાર પર પોલીસની સ્ટ્રાઈક.
સાબરકાંઠામાં નશાના કાળા કારોબાર પર પોલીસની સ્ટ્રાઈક.
Published on: 30th May, 2026

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગામમાં પોલીસે ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ચિઠોડા પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં દરોડો પાડતાં 12 કિલો વજનના કુલ 58 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 6 લાખ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. પોલીસે ખેતરના માલિક સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 60 વર્ષીય ખેડૂતનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને કેસની વધુ તપાસ વિજયનગર પોલીસને સોંપવામાં આવી છે.