ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. 2 કરોડ રોકડા મળ્યા
ઓડિશામાં સરકારી એન્જિનિયર પાસેથી રૂ. 2 કરોડ રોકડા મળ્યા
Published on: 08th June, 2026

ઓડિશામાં વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે. ૬ હજાર રૂપિયાનો પગાર મેળવતા એન્જિનિયર પાસેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. આ ઉપરાંત તેની પાસેથી અલગ અલગ જગ્યાઓ પર મકાન અને જમીન પણ મળી આવી છે. આ એન્જિનિયરનું નામ બૈકુંઠનાથ બેહરા છે. જે કંધમાલ જિલ્લાનાં બાલીગુડામાં ઇન્ટીગ્રેટેડ ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આઇટીડીએ)નાં સહાયક કાર્યકરી તરીકે તૈનાત છે.