છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી
છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી
Published on: 24th June, 2026

છોટાઉદેપુર વતનમાં ગયેલા પરિવારના ઘરમાંથી ચોર ટોળકી ૧.૮૦ લાખના સોના - ચાંદીના દાગીના લઇ ગઇ  હતી. જે અંગે બાપોદ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયારોડ રંગ વાટિકા પાછળ ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા જગનભાઇ ગુજલાભાઇ રાઠવા મૂળ છોટાઉદેપુરના છે. વડોદરામાં તેઓ પત્ની અને બે ભાણેજ સાથે રહે છે. જમાઇનું અવસાન થતા ગત ૨૫ મી એપ્રિલે તેઓ મકાન બંધ કરીને  છોટાઉદેપુર ગયા હતા.