રાજકોટના નાનામવા રોડ પર રૂ. 11 લાખની લૂંટનું તરકટ
રાજકોટના નાનામવા રોડ પર રૂ. 11 લાખની લૂંટનું તરકટ
Published on: 11th October, 2026

રાજકોટમાં નાનામવા રોડ પર રૂ. 11 લાખની લૂંટની ઘટના પોલીસ તપાસમાં બોગસ સાબિત થઈ છે. હરદેવસિંહ નામના વ્યક્તિએ તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહને રૂ. 11 લાખ આપ્યા હતા, જે બાદમાં ધીરેન્દ્રસિંહે ઓળવી જવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું. આ કાવતરામાં ધીરેન્દ્રસિંહ અને તેના બે સાગરિતો સામે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા જતા કરાયેલી તપાસમાં આ સમગ્ર કાવતરું ઉજાગર થયું હતું.