ધ્રાંગધ્રાના વકીલ દ્વારા રોકડીયા હનુમાન સર્કલે ગેરકાયદે પાર્કિંગ અને હપ્તા વસૂલાતનો પર્દાફાશ
ધ્રાંગધ્રાના વકીલ દ્વારા રોકડીયા હનુમાન સર્કલે ગેરકાયદે પાર્કિંગ અને હપ્તા વસૂલાતનો પર્દાફાશ
Published on: 01st September, 2026

ધ્રાંગધ્રાના રોકડીયા હનુમાન સર્કલ અને ટ્રાફિક પોઇન્ટ નજીક, નો-પાર્કિંગ ઝોનમાં ગેરકાયદે પાર્કિંગ અને હપ્તા વસૂલાતનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર, છેલ્લા એક વર્ષથી વાહનચાલકો પાસેથી મહિને રૂ. 300 થી 1000 સુધીનો હપ્તો ઉઘરાવીને આડેધડ પાર્કિંગ કરવાની છૂટ અપાઇ રહી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે સરકારી હોસ્પિટલ, શાળાઓ અને દર્દીઓ તથા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિથી કંટાળીને ધ્રાંગધ્રાના વકીલ પ્રવિણભાઈ હરીષભાઈ શુક્લે રેન્જ આઇજી, કલેક્ટર, એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.