PM આવાસ યોજનાની APK ફાઇલનો તરખાટ
PM આવાસ યોજનાની APK ફાઇલનો તરખાટ
Published on: 29th September, 2026

લગ્નની આમંત્રણ પત્રિકા બાદ હવે PM આવાસ યોજના સંબંધિત APK ફાઇલ ચર્ચામાં આવી છે. વડોદરાના એક કારખાનેદારે ભૂલથી આ ફાઇલ ઓપન કરતાં જ તેમના મોબાઇલના તમામ કોન્ટેક્ટ નંબરો પર તે લિન્ક પહોંચી ગઈ. જોકે, લોકોની સજાગતાને કારણે ઓનલાઈન ઠગોને મોટી સફળતા મળી શકી નહોતી. વાહન ઇ-ચલણ, વેડિંગ ઇન્વિટેશન જેવી APK ફાઇલો દ્વારા મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, જેના પગલે સાયબર સેલ અને સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે.