સુરતમાં ફેક્ટરીની ખુલ્લી ગટરમાં 8 મહિનાની બાળકી પડી જતાં મોત
સુરતમાં ફેક્ટરીની ખુલ્લી ગટરમાં 8 મહિનાની બાળકી પડી જતાં મોત
Published on: 11th October, 2026

સુરતના પાંડેસરા GIDC સ્થિત રાધિકા પ્રિન્ટ મિલ પરિસરમાં 8 મહિનાની માસૂમ બાળકી ખુલ્લી ગટરમાં પડી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. માતા-પિતા કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન બાળકી રમતાં રમતાં ગટરમાં ખાબકી હતી. લગભગ 20 મિનિટની શોધખોળ બાદ ગટરના પાણીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ફેક્ટરી પ્રશાસનની બેદરકારીની શંકા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહને PM માટે ખસેડાયો છે.