પંચમહાલના બોડેલીમાં કલેક્ટરનું સરપ્રાઈઝ ચેકિંગ
પંચમહાલના બોડેલીમાં કલેક્ટરનું સરપ્રાઈઝ ચેકિંગ
Published on: 24th September, 2026

રાત્રિના સમયે પંચમહાલ કલેક્ટરે બોડેલી નગરપાલિકા વિસ્તારમાં પહોંચી સ્વચ્છતા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ઠેર ઠેર ગંદકી જોઈને તેઓ ખૂબ નારાજ થયા અને ચીફ ઓફિસર સહિત અધિકારીઓને તાત્કાલિક નગરને સ્વચ્છ બનાવવા સૂચના આપી. કલેક્ટરે માત્ર વાહનમાં નહીં, પણ પદયાત્રા દ્વારા રસ્તાઓ, જાહેર સ્થળોની સ્વચ્છતાની વાસ્તવિક સ્થિતિ જાણી. આ અચાનક મુલાકાત બાદ પાલિકાતંત્ર નગરની સફાઈમાં સક્રિય થયું.