બનાસકાંઠાના પાલનપુરમાં ડેન્ગ્યુના 6થી વધુ કેસ
બનાસકાંઠાના પાલનપુરમાં ડેન્ગ્યુના 6થી વધુ કેસ
Published on: 10th October, 2026

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 6 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. વાતાવરણમાં પલટા બાદ મચ્છરજન્ય રોગચાળો ફેલાતાં સ્થાનિકોમાં ભય અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે, પોરાનાશક અને ફોગિંગ કામગીરી તેજ કરી છે. ડેન્ગ્યુના સંક્રમણને અટકાવવા માટે પાલનપુર અને ડીસામાં 10 વધારાની વેક્ટર કન્ટ્રોલ ટીમો તૈનાત કરાઈ છે. કુલ 479 આરોગ્ય ટીમો કાર્યરત છે. નાગરિકોને પાણી ભરાવા ન દેવા અને મચ્છરોથી બચવા અપીલ કરાઈ છે.