સુરત: સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને પાલ પોલીસે ઝડપી પાડ્યો.
સુરત: સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને પાલ પોલીસે ઝડપી પાડ્યો.
Published on: 22nd February, 2026

સુરતમાં સગીરાનું અપહરણ કરી દાહોદમાં દુષ્કર્મ કરનાર આરોપી દિલશાન ડોડીયારની પાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું, અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે FIR નોંધીને તપાસ હાથ ધરી, અને આરોપીની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. Police એ આરોપીને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો.