પાકિસ્તાનમાં બે ભયાનક રિમોટ કંટ્રોલ આતંકી હુમલા!
પાકિસ્તાનમાં બે ભયાનક રિમોટ કંટ્રોલ આતંકી હુમલા!
Published on: 20th June, 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં આતંકવાદીઓએ બે રિમોટ-કંટ્રોલ બ્લાસ્ટ કરીને ભયાનક હુમલો કર્યો. આ વિસ્ફોટોમાં વાહનોના ફુરચા ઉડી ગયા, જેમાં 7 લોકોના મોત અને 3 ઘાયલ થયા. સ્થાનિક પોલીસે આને 'કાયરતાપૂર્ણ આતંકી કૃત્ય' ગણાવ્યું. ખાનગી વાહનોને નિશાન બનાવાયા હતા. પ્રથમ બ્લાસ્ટમાં 5 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે બીજા બ્લાસ્ટમાં વધુ 2 લોકો માર્યા ગયા. સુરક્ષા દળોએ IED સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.