વડોદરા હાથીખાના અનાજ માર્કેટમાં બુકાનીધારી તસ્કરોનો આતંક
વડોદરા હાથીખાના અનાજ માર્કેટમાં બુકાનીધારી તસ્કરોનો આતંક
Published on: 15th June, 2026

વડોદરા શહેરના હાથીખાના એપીએમસી અનાજ માર્કેટમાં શનિવારની રાત્રે ત્રણ બુરખાધારી તસ્કરોએ 20 મિનિટના ટૂંકા ગાળામાં 11 દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ કેશ કાઉન્ટર અને ગલ્લાના તાળા તોડી લગભગ રૂ. 11.17 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી, અને રવિવારે સવારે દુકાન માલિકોને જાણ થતાં પોલીસ તપાસ શરૂ કરાઈ છે. સીસીટીવી ફૂટેજમાં ત્રણ તસ્કરો દુકાનોના તાળા તોડતા દેખાઈ રહ્યા છે, જ્યારે અન્ય બે બહાર બાઇક સાથે રાહ જોઈ રહ્યા હતા.