ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલી
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલી
Published on: 15th June, 2026

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ દર્શાવવા માટે, કોંગ્રેસ આજે (15મી જૂન) અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરની રેલી યોજી રહી છે. રાજ્યભરના ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલીમાં ભાગ લેશે. કોંગ્રેસનો આરોપ છે કે સરકારની આયોજનહીન નીતિઓ અને અધિકારીઓના દબાણને કારણે ખેડૂતો પરેશાન છે. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી' સવારે 11 વાગ્યે શરૂ થશે. આ રેલી દ્વારા ખેડૂતો પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે.