ભરૂચમાં મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત
ભરૂચમાં મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત
Published on: 15th June, 2026

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે નર્મદા નદીમાં મિત્રો સાથે નહાવા પડેલા 22 વર્ષીય માર્વિન પટેલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દોઢ દિવસની શોધખોળ બાદ રવિવારની સાંજે તેનો મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. સ્થાનિક તરવૈયાઓ અને ભરૂચ ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. અંતે, અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ માર્વિન પટેલ તરીકે થતાં પરિવારમાં શોક છવાયો હતો.