પાડોશી મહિલાએ બ્લેકમેઈલ કરી પરિણીતા સાથે 4 વર્ષ સુધી બાંધ્યા સમલૈંગિક સંબંધ
પાડોશી મહિલાએ બ્લેકમેઈલ કરી પરિણીતા સાથે 4 વર્ષ સુધી બાંધ્યા સમલૈંગિક સંબંધ
Published on: 11th October, 2026

જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિણીતાને તેની પાડોશી મહિલાએ પ્રેમસંબંધની ધમકી આપી બ્લેકમેઈલ કરી ચાર વર્ષ સુધી સમલૈંગિક સંબંધ બાંધવા મજબૂર કરી. સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતાને પાડોશી મહિલાએ તેના પતિને બદનામ કરવાની ધમકી આપી હતી અને તેની પાસેથી કાગળ પર લખાણ પણ કરાવી લીધું હતું. આ શારીરિક શોષણથી કંટાળી પરિણીતાએ તેના પતિને જાણ કરી, ત્યારબાદ પતિ અને ભાઈ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે BNS કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.