નવસારીના અંબાચ ગામે પારિવારિક ઝઘડામાં પિતાએ પુત્રની ચપ્પુ મારી હત્યા કરી
નવસારીના અંબાચ ગામે પારિવારિક ઝઘડામાં પિતાએ પુત્રની ચપ્પુ મારી હત્યા કરી
Published on: 17th August, 2026

નવસારીના ચીખલી તાલુકાના અંબાચ ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. પારિવારિક ઝઘડા દરમિયાન એક પિતાએ પોતાના 25 વર્ષીય પુત્ર સૂરજ પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેમાં તેનું મૃત્યુ થયું. આ ઘટનામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા દાદા અને માતાને પણ ઇજાઓ થઈ છે. પોલીસે આરોપી પિતાની તાત્કાલિક ધરપકડ કરી હત્યામાં વપરાયેલ ચપ્પુ કબજે લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે.