બાળકીના હત્યારાએ પોલીસ વાનમાં PSI પર ફાયરિંગ કર્યું
બાળકીના હત્યારાએ પોલીસ વાનમાં PSI પર ફાયરિંગ કર્યું
Published on: 24th June, 2026

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીસણા ગામે ચાર વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને પોલીસ તપાસ માટે લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે, પોલીસ વાનમાં જ આરોપીએ એલસીબીના PSI ની સર્વિસ રિવોલ્વર આંચકી લીધી. તેણે બે રાઉન્ડ ફાયર કર્યા, જેમાં એક ગોળી વાહનનો કાચ ચીરીને નીકળી ગઈ. બીજી ગોળી પોલીસ સાથે થયેલી ઝપાઝપી દરમિયાન તેના પોતાના પગમાં વાગી. આ ઘટનાએ પોલીસ સુરક્ષા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.