મહુવાના ખારી ગામે ખેતમજૂર પર શખ્સનો લાકડીથી હુમલો
મહુવાના ખારી ગામે ખેતમજૂર પર શખ્સનો લાકડીથી હુમલો
Published on: 29th September, 2026

મહુવા તાલુકાના ખારી ગામે ખેતમજૂર બાલાભાઈ બચુભાઈ બારૈયા (ઉ.વ.૪૮) પર ગામના કાળુ ભોપાભાઈએ લોખંડના હથોડાની ચોરી અને સરપંચ દ્વારા ગૌચરણની જગ્યા વાળનારને નોટિસ આપવાની અદાવત રાખી લાકડી વડે હુમલો કર્યો. કાળુએ બાલાભાઈને માર મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ ઘટના બાદ બાલાભાઈને સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડાયા છે. બગદાણા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.