અમદાવાદના ખોખરામાં યુવકને માથામાં પથ્થર મારી પતાવી દીધો!
અમદાવાદના ખોખરામાં યુવકને માથામાં પથ્થર મારી પતાવી દીધો!
Published on: 24th June, 2026

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં નશાની હાલતમાં રસ્તા પર પડેલા એક યુવકને મદદ કરવા જતા રાહદારી દ્વારા થયેલા ઝઘડા બાદ તેની હત્યા થઈ ગઈ હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી મંગલ બાબા બોકડેની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ દીપક કોસ્ટી તરીકે થઈ છે, જેને માથામાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. આરોપીએ જણાવ્યું કે, યુવક નશામાં હોવાથી તેને સાઈડમાં બેસાડવાનો પ્રયાસ કરતાં તેણે ગાળો આપી ઝઘડો કર્યો હતો, જેથી ઉશ્કેરાઈને પથ્થર મારી હત્યા કરી હતી.