કેનેડાના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબાર
કેનેડાના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબાર
Published on: 12th July, 2026

કેનેડાના ટોરોન્ટો શહેરમાં 'સાલ્સા ઓન સેન્ટ ક્લેયર' સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન શનિવારે રાત્રે ગોળીબાર થયો, જેમાં બે લોકોના મોત થયા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા. મધ્ય ટોરોન્ટોમાં આયોજિત આ કાર્યક્રમમાં અચાનક ફાયરિંગ થતાં ભયાવહ સ્થિતિ સર્જાઈ. પોલીસે 'એક્ટિવ શૂટર' એલર્ટ જાહેર કરી વિસ્તાર સીલ કર્યો છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ હુમલાખોરની શોધખોળ માટે CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે.