કાંદિવલીમાંથી ૧૦ કરોડથી વધુનું હેરોઈન જપ્ત
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કાંદિવલીમાંથી ૧૦.૧૬ કરોડ રૂપિયાના ૨.૦૩ કિલોગ્રામ હેરોઈન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે બે શંકાસ્પદોને અટકાવી ૭૫૮ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. તેમની પૂછપરછ બાદ ત્રીજા આરોપી પાસેથી વધુ ૧,૨૭૪ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાજ્ય સિન્ડિકેટ સામે કાર્યવાહી કરીને પોલીસે સપ્લાયરો અને ખરીદદારોની શોધખોળ હાથ ધરી છે.
