જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતા વીડિયો વાયરલ
જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાંથી બહાર નીકળતી ચાલુ બસમાં ડ્રાઇવરે એક બાળકને સ્ટીયરિંગ સોંપી દીધું હતું, જેનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. મંગળવારે રાત્રે બસ ડેપોમાંથી બહાર નીકળતી હતી ત્યારે એક રિક્ષાચાલકે આ ઘટના પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં બાળક ડ્રાઇવિંગ સીટ પર બેઠેલું અને ડ્રાઇવર તેની બાજુમાં બેઠેલો સ્પષ્ટ દેખાય છે. આ બેદરકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે. એસ.ટી. નિગમ તંત્રએ ડ્રાઇવર સામે તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતા વીડિયો વાયરલ
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
અમદાવાદના બહેરામપુરા Murder Caseમાં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. યુવતીની છેડતી અને મોટેથી મ્યુઝિક વગાડવાના ઝઘડામાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપી કનૈયાલાલ ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 2018માં થયેલી આ ઘટનામાં આરોપીના પુત્ર દ્વારા છેડતી અને મ્યુઝિકના મુદ્દે થયેલી તકરાર બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખીને કનૈયાલાલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. કાગડાપીઠ પોલીસની સઘન તપાસ અને પુરાવાઓને આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે.
અમદાવાદ છેડતી અને મ્યુઝિક વિવાદમાં યુવકની હત્યા
સાવરકુંડલા ખેતીવાડી વિભાગની બેદરકારી!
સાવરકુંડલા ખેતીવાડી વિભાગે સબસિડીવાળા ટ્રેક્ટરના વેરિફિકેશન માટે 180થી વધુ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં બોલાવતા રોષ ફેલાયો છે. નિયમ મુજબ અધિકારીઓએ ખેડૂતોના ખેતરે જઈને નિરીક્ષણ કરવાનું હોય છે, પરંતુ સ્ટાફની અછતનું બહાનું ધરી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી. ખેતીની સિઝનમાં ડીઝલ બાળીને સમય બગાડતા ખેડૂતોએ સરકારની યોજનાને બિરદાવી, પણ વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો.
સાવરકુંડલા ખેતીવાડી વિભાગની બેદરકારી!
છોટા ઉદેપુર કસ્તુરબા વિદ્યાલયમાં બિલ કૌભાંડ
છોટા ઉદેપુરના ઝોઝ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓના ભોજન અને સામગ્રીના બિલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ₹84,204 ની સામગ્રી માટે ₹1,55,204 નું બિલ રજૂ થયું, જે ₹71,000 ની વધારાની રકમ દર્શાવે છે. મહિલા કર્મચારી (નોડલ પર્સન) એ લેખિત વાંધો ઉઠાવ્યો હોવા છતાં, ચુકવણી થઈ ગઈ. વિવાદ બાદ ₹71,000 પરત લેવાયા, પરંતુ અવાજ ઉઠાવનાર કર્મચારી સામે જ કાર્યવાહી કરાઈ, જે તંત્રની નીતિ સામે પ્રશ્નાર્થ સર્જે છે.
છોટા ઉદેપુર કસ્તુરબા વિદ્યાલયમાં બિલ કૌભાંડ
ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
ગાંધીનગરના ચિલોડા સર્કલમાં પોલીસે 1 કરોડથી વધુ કિંમતની Ambergris, જે વ્હેલ માછલીની ઉલ્ટી છે, તેનો 1 કિલો 20 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગેરકાયદે વેચાણના પ્રયાસ દરમિયાન પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. બાતમીના આધારે, પોલીસે ગ્રાહક બનીને આરોપીને બોલાવીને ઝડપી પાડ્યો. તેની પાસેથી મળેલા Ambergris અંગે તેની પાસે કોઈ કાયદેસર પરવાનગી કે દસ્તાવેજો ન હતા. FSL તપાસ બાદ આ પદાર્થની પુષ્ટિ થઈ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચ, મઘા નક્ષત્રમાં નહિવત વરસાદની ચિંતાજનક આગાહી
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. વેલ માર્ક લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ નોંધાયો છે. મઘા નક્ષત્ર, જે ખેતી માટે અમૃત સમાન છે, તેમાં પણ માત્ર નહિવત વરસાદની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ 510.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3% ઓછો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચ, મઘા નક્ષત્રમાં નહિવત વરસાદની ચિંતાજનક આગાહી
પતિએ પત્ની અને બહેનની હત્યા કરી, વોટ્સએપ સ્ટેટસમાં કબૂલાત બાદ જીવન ટૂંકાવ્યું
લખનઉમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પતિએ પોતાની પત્ની દિવ્યા મિશ્રા અને અવિવાહિત બહેન તૂલિકાની ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પત્ની પર ચીટિંગનો આરોપ લગાવતા હત્યાની કબૂલાત કરી હતી. દિવ્યા ICICI બેંકમાં રિલેશનશિપ મેનેજર હતી જ્યારે માનસ SBI માં કર્મચારી હતો. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શસ્ત્રો જપ્ત કર્યા અને પતિ-પત્ની વચ્ચેના વિવાદની તપાસ હાથ ધરી.
પતિએ પત્ની અને બહેનની હત્યા કરી, વોટ્સએપ સ્ટેટસમાં કબૂલાત બાદ જીવન ટૂંકાવ્યું
ગુજરાત હાઈકોર્ટનો RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ
ગાંધીનગરના ગીફટ સિટીમાં કોલેજ ખસેડવાના મુદ્દે RTI એક્ટિવિસ્ટ રમેશ પટેલે કરેલી જાહેરહિતની અરજી (PIL) ગુજરાત હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે. એક જ વિષય પર બીજી વખત અરજી દાખલ કરવા બદલ કોર્ટે તેમને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જણાવ્યું કે, ન્યાયતંત્રનો કિંમતી સમય બગાડવા અને નકારી દીધેલી અરજી ફરીથી કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે 4 દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટનો RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
ભાવનગરના ઝેરી દારૂકાંડમાં 6થી વધુ લોકોના મોત અને 21 લોકોની ગંભીર હાલત બાદ ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને તપાસ સોંપી છે. જોકે, FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ આ કેસને 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ વેચાતો હોય, તો તે પ્રોહિબિશન ખાતા અને સ્થાનિક પોલીસની મોટી નિષ્ફળતા છતી કરે છે. આ બનાવને 'લઠ્ઠાકાંડ' તરીકે દર્શાવવા પાછળ પોલીસ તંત્રની કોઈ મોટી ચાલ તો નથી ને, તેવા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ?
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ
સુરતની સરકારી મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગના ગંભીર પ્રકરણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને ફરજમાં ગંભીર નિષ્કાળજી બદલ તાત્કાલિક અસરથી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રેગિંગ કે માનસિક ઉત્પીડન સાંખી લેવાશે નહીં. આ દરમિયાન, ડૉ. મુલ્લા વડોદરાના મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજમાં રહેશે અને નિયંત્રક અધિકારીની મંજૂરી વિના સ્થળ છોડી શકશે નહીં.
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં માઇક્રોબાયોલોજી પ્રોફેસર 90 દિવસ માટે સસ્પેન્ડ
જામનગરના જોડીયાના વાવડી ગામે વીજ લાઈન સામે 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ
જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ થાંભલા ઊભા કરવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગામના સરપંચ સહિત સાત ખેડૂતોએ ‘કિસાન સત્યાગ્રહ છાવણી’માં અન્નત્યાગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ ખેડૂતોને આસપાસના લીંબુડા, આણદા, ભાદરા, કેશીયા, રામપર જેવા અનેક ગામોના ખેડૂતોનો પણ ટેકો મળ્યો છે. જ્યાં સુધી વીજ કંપનીઓ અને તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી તેઓ આ ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યા છે.
જામનગરના જોડીયાના વાવડી ગામે વીજ લાઈન સામે 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ
સુરત પાલિકા શાળામાં દારૂ પાર્ટી, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
સુરતના ભેસ્તાન સ્થિત પાલિકા શાળાના વર્ગખંડમાં દારૂની મહેફિલ માણતો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. શાળાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી છે. શિક્ષણ સમિતિએ સિક્યોરિટી ગાર્ડને હટાવી ‘શક્તિ પ્રોટેક્શન’ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. રાત્રિ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ અને તેના સાગરીતો દ્વારા વર્ગખંડમાં દારૂ પાર્ટી કરવામાં આવી હતી. વાલીઓમાં ભારે આક્રોશ છે. હાલમાં સુરક્ષા કર્મી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સુરત પાલિકા શાળામાં દારૂ પાર્ટી, સિક્યોરિટી એજન્સી શક્તિ પ્રોટેક્શનને નોટિસ
બિલ ગેટ્સની દીકરી પર 'ચોરી'નો ગંભીર આરોપ!
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સની પુત્રી ફીબી ગેટ્સ તેના ફેશન-ટેક સ્ટાર્ટઅપ ‘Phia’ ને લઈને વિવાદોમાં છે. કંપની પર ‘Cookie Stuffing’ દ્વારા ઓનલાઇન ખરીદીનું ખોટું કમિશન મેળવવાનો આરોપ છે. આ પ્રક્રિયામાં યુઝરના બ્રાઉઝરમાં ટ્રેકિંગ કૂકીઝ નાખીને Phia સિવાયની ખરીદીનું પણ ક્રેડિટ મેળવી લેવાતું હતું. Nike, Gap અને Nordstrom જેવી બ્રાન્ડ્સના વેચાણ પણ તપાસ હેઠળ છે. Phiaએ સુધારાત્મક પગલાંની જાહેરાત કરી છે, પરંતુ સંસ્થાપકોને 7 મહિનાથી આ બાબતની જાણ હોવાના અહેવાલ છે. અમેરિકન કાયદા મુજબ આ છેતરપિંડીમાં 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે, જોકે નાણાકીય દંડની શક્યતા વધુ છે.
બિલ ગેટ્સની દીકરી પર 'ચોરી'નો ગંભીર આરોપ!
વડોદરામાં વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને બાઇક સવાર ફરાર
વડોદરાના વડસર બ્રિજ નજીક ચાલતી જતી એક વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ ઝૂંટવીને બે બાઇક સવાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અંદાજે અઢી ગ્રામ વજનની આ સોનાની કડીઓ લૂંટીને બાઇકસવાર આરોપીઓ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં વૃદ્ધાના કાનમાંથી સોનાની કડીઓ આંચકીને બાઇક સવાર ફરાર
વડોદરા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખ સામે જાતિવાદી ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ
વડોદરામાં સામાજિક કાર્યકર અને કોંગ્રેસના અનુસૂચિત જાતિ (એસ.સી.) મોરચાના પ્રમુખને જાતિ અપમાનિત શબ્દો કહી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. માંજલપુર પોલીસે ભાવિક અમીન નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મહેશ ડાહ્યાભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવિક અમીને ગુજરાત કોંગ્રેસની એસ.સી. મોરચાની ટીકા કરતી અપમાનજનક પોસ્ટ મૂકી હતી. ભાવિક અમીન અગાઉ કોંગ્રેસમાં હતો અને હાલમાં એક અખબારના તંત્રી છે.
વડોદરા કોંગ્રેસ એસ.સી. મોરચાના પ્રમુખ સામે જાતિવાદી ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ
કેરટેકરે સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી 75 હજાર ઉપાડ્યા
વડોદરામાં એક ચોંકાવનારી ઘટનામાં, સિનિયર સિટિઝનના કેરટેકર તરીકે કામ કરતા યુવકે વિશ્વાસઘાત કર્યો. તેણે વૃદ્ધનું ATM કાર્ડ ચોરી લીધું અને તેમના એકાઉન્ટમાંથી 75 હજાર રૂપિયા ઉપાડી લીધા. સિટી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિલેશકુમાર શાહે તેમના 76 વર્ષીય કાકા અશ્વિનભાઈ શાહ વતી ફરિયાદ નોંધાવી છે. અશ્વિનભાઈના ઓપરેશન બાદ તેમની દેખરેખ માટે રાખવામાં આવેલા રાજેશ્વરસિંહ નામના કેરટેકરે આ છેતરપિંડી આચરી હતી.
કેરટેકરે સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી 75 હજાર ઉપાડ્યા
સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલાન્સના આધારે ભાવનગરના વલ્લભીપુરથી આરોપી રમેશ મહીડાને ઝડપી પાડ્યો છે. આરોપી અને પીડિતા એક જ સોસાયટીમાં રહેતા હતા. આરોપીએ સગીરાની અણસમજનો લાભ ઉઠાવી, લગ્નની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
શ્રાવણ માસમાં પૂજા-અર્ચના અને દીપ પ્રાગટ્ય માટે ઘીની માંગ વધતાં, બજારમાં ‘દીવાના ઘી’ અને ‘પૂજા ઘી’ના નામે શંકાસ્પદ પ્રોડક્ટ્સ વેચાવા લાગી છે. આ પ્રોડક્ટ્સ, જે લગભગ 200-220 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહી છે, તેની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક પેકિંગ પર ‘માનવ વપરાશ માટે નથી’ તેવી નોંધ હોવા છતાં, ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળતી નથી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને આવી સસ્તી અને શંકાસ્પદ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા અને ભેળસેળિયા તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરતમાં ભેળસેળખોરો ભગવાન સુધી પહોંચ્યા!
RCC બાંકડા મૂકવાના ઇજારાની નાણાકીય અને સમય મર્યાદામાં ફરી વધારો કરવાની પેરવીથી વિવાદ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા RCC બાંકડા મૂકવાના સંયુક્ત ઇજારાની સૂચના છતાં, ફરી એકવાર ચારેય ઝોનમાં વાર્ષિક ઇજારાની સમય અને નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. ટેકનિકલ કારણો દર્શાવી સંયુક્ત ઇજારો હાલ શક્ય નથી તેમ જણાવાયું છે. અગાઉ પણ અનેક વખત આ મર્યાદામાં વધારો કરાયો હતો. સાંસદ, ધારાસભ્ય અને સભાસદોના ક્વોટા હેઠળના સૂચનો મુજબ કામગીરી થતી હોવા છતાં, ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં બાંકડાના ઇજારા માટે એક-એક વર્ષ અને રૂ.1-1 કરોડની મર્યાદા વધારવાની દરખાસ્ત છે.
RCC બાંકડા મૂકવાના ઇજારાની નાણાકીય અને સમય મર્યાદામાં ફરી વધારો કરવાની પેરવીથી વિવાદ
ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વારસિયા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોર બાદ તબીબની ગેરહાજરીમાં ફાર્મસી કર્મચારીએ દર્દીને તપાસ કર્યા વિના દવા આપી દેતાં વિવાદ સર્જાયો. દર્દીએ આરોગ્ય પ્રશ્નો ઉઠાવતાં મજાક ઉડાવ્યાનો આક્ષેપ કર્યો. આ ઘટના બાદ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ અને મીડિયા વચ્ચે ઝપાઝપી થઈ, જેના પગલે પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ. હડકવાની રસી માટે પણ દર્દીઓને કિશનવાડી ધક્કા ખાવા પડે છે.
ફાર્મસી કર્મચારીએ દર્દીને દવા આપી દેતા હોબાળો
ડીપ રિચાર્જ ઇજારો પૂર્ણ, નવા ટેન્ડર વિના જ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત
વડોદરા કોર્પોરેશનના ‘ડીપ રિચાર્જ બાય રેઈન વોટર’ પ્રોજેક્ટનો ઇજારો પૂર્ણ થયાના દોઢ વર્ષ પછી પણ નવો ઇજારો કરવામાં આવ્યો નથી. આ મુદ્દે વિવાદ સર્જાયો છે. હવે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં જૂના ઇજારાની નાણાકીય તેમજ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ શહેરમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું લાવવાનો છે. નવા ઇજારાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવા માટે 30 સપ્ટેમ્બર 2026 સુધી સમયમર્યાદા લંબાવવાની દરખાસ્ત છે.
ડીપ રિચાર્જ ઇજારો પૂર્ણ, નવા ટેન્ડર વિના જ સમય મર્યાદા વધારવાની દરખાસ્ત
ભાવનગર નકલી વિદેશી દારૂ કેસમાં 6થી વધુના મોત આરોપી પોતે પણ બન્યો શિકાર!
ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર ઘટનામાં પોલીસે ઝેરી દારૂના ઉત્પાદનનો સ્વીકાર કર્યો છે. આ દારૂ ભાવનગરમાં જ મિથેનોલ અને એસેન્સ જેવા કેમિકલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ નકલી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા છે અને 21 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે. બનાવ અંગે 21 લોકો સામે FIR નોંધવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર રઈસની મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગર નકલી વિદેશી દારૂ કેસમાં 6થી વધુના મોત આરોપી પોતે પણ બન્યો શિકાર!
જામનગરની નંદન નિકેતન ટાઉનશીપમાં મેનેજરના ક્વાર્ટરમાંથી રૂ.4.58 લાખની ચોરી
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નંદન નિકેતન ટાઉનશીપમાં રહેતા એક ખાનગી કંપનીના સિનિયર મેનેજરના ક્વાર્ટરમાં તસ્કરોએ ત્રાટકી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. લોખંડના કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીની ચીજવસ્તુઓ અને રોકડ મળી કુલ રૂ.4.58 લાખની માલમતા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદી નીતિનભાઈ દીક્ષિત, જેઓ નયારા એનર્જી લિમિટેડમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓ તેમના પરિવાર સાથે છેલ્લા ચાર માસથી જામનગરના અન્ય રહેઠાણમાં રહેતા હોવાથી આ ચોરી બની હતી. સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરની નંદન નિકેતન ટાઉનશીપમાં મેનેજરના ક્વાર્ટરમાંથી રૂ.4.58 લાખની ચોરી
કાલાવડના મોટાવડાળા ગામમાં લુડો કિંગ રમી જુગાર રમતા 4 શખ્સો પોલીસની ઝપેટમાં
જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટાવડાળા ગામમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દરોડો પાડ્યો. બાપા સીતારામ મંદિર પાસે જાહેરમાં બેઠેલા ચાર શખ્સો મોબાઈલમાં લુડો કિંગની મની ગેમ રમી પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા. પોલીસે તેમને ઝડપી લીધા અને તેમની અંગઝડતીમાંથી કુલ રૂ. 2,590 રોકડા, સ્થળ પરથી રૂ. 160 અને ચાલુ મોબાઈલ ફોન કબજે કર્યા. પોલીસે રૂ. 8,750નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
કાલાવડના મોટાવડાળા ગામમાં લુડો કિંગ રમી જુગાર રમતા 4 શખ્સો પોલીસની ઝપેટમાં
જામનગરમાં પતિનો પત્ની પર તલવારથી જીવલેણ હુમલો
જામનગરના મોરકંડા રોડ વિસ્તારમાં ચારિત્ર્યની શંકાને કારણે પતિએ પત્ની પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો. આ ઘટનામાં મહિલાને માથા, ગળા અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં માથા પર છ, ગળામાં બે ઘા અને બંને હાથમાં ઈજાઓ સામેલ છે. મોઢાના બે દાંત પણ તૂટી ગયા હતા. પીડિતાને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે પતિ હબીબ હસનભાઈ મજબુલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં પતિનો પત્ની પર તલવારથી જીવલેણ હુમલો
જામનગરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનનો દારૂ સાથે કંડક્ટર ઝડપાયો
જામનગર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને રાજસ્થાનના માર્કાવાળા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો. પોલીસે આરોપીના કબજામાંથી દારૂની 47 બોટલ તથા બિયરના 24 ટીન મળી કુલ રૂ.17,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી પ્રોહિબિશન એક્ટ હેઠળ કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ જથ્થો કબજે કર્યો હતો.
જામનગરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનનો દારૂ સાથે કંડક્ટર ઝડપાયો
જામનગર ડેન્ટલ કોલેજના રૂ.1.39 કરોડના કૌભાંડમાં ભાવનગરના આરોપીનો જેલમાંથી કબજો
જામનગર ડેન્ટલ કોલેજના ડીનની સહીવાળા રોગી કલ્યાણ સમિતિના 15 ચેક બેન્કમાં વટાવી રૂ.1.39 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાના ચકચારી કૌભાંડમાં પોલીસે ભાવનગરના હિતેશ પ્રવીણભાઈ ગોટીનો હરિયાણાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો છે. નાણાકીય વ્યવહારોની તપાસમાં સુરતના આરોપી હરેશ વસાવડાની બેન્ક ડિટેલમાંથી આ આરોપીની સંડોવણી સામે આવી હતી. પોલીસે તેને જામનગર લાવી ચાર દિવસના રિમાન્ડ મેળવી કૌભાંડના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.
જામનગર ડેન્ટલ કોલેજના રૂ.1.39 કરોડના કૌભાંડમાં ભાવનગરના આરોપીનો જેલમાંથી કબજો
જામનગરમાં સ્પ્લેન્ડર બાઇકની ટક્કરે એક્સેસ ચાલકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
જામનગરના પટેલ કોલોની શેરી નં. 6 પાસે, પુરઝડપે આવતી Splendor બાઇકે Access મોટરસાયકલને ટક્કર મારતાં ચાલક પ્રવિણસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ. 50) ને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહીપાલસિંહ જાડેજાએ Splendor ચાલક ફૈઝાન મહમદહુશેન જામ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં સ્પ્લેન્ડર બાઇકની ટક્કરે એક્સેસ ચાલકનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
જામજોધપુરના પરડવામાં પરિણીતાને માર માર્યા બાદ આપઘાત
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં બ્લેકમેઇલના આરોપ બાદ પરિણીતાને શારીરિક માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ. આ ઘટનાના કારણે માનસિક આઘાતમાં આવેલી મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ બનાવ અંગે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પરિણીતાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં માર મારનારા શખ્સોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે ગામમાં ચકચાર મચી જવા પામી છે.
જામજોધપુરના પરડવામાં પરિણીતાને માર માર્યા બાદ આપઘાત
જામનગરમાં મનપા આરોગ્ય શાખાની તપાસમાં તાવના ૨૨૯ અને ઝાડા-ઉલટીના ૮૫ કેસો મળ્યા
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં 13 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળા સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન, તંત્રની ટીમોને તાવ અને ઝાડા-ઉલટીના કુલ 85 કેસો મળી આવ્યા હતા. 233 ટીમોએ 97,244 ઘરોનો સર્વે કર્યો, જેમાં 1935 ઘરોમાં મચ્છરોના બ્રીડિંગ જોવા મળ્યું. 4,72,507 પાત્રોની ચકાસણીમાં 2088 પાત્રોમાં મચ્છરોના પોરા મળ્યા, જેને નાશ કરાયા. આ તપાસ દરમિયાન તાવના 229 કેસો પણ નોંધાયા હતા.
જામનગરમાં મનપા આરોગ્ય શાખાની તપાસમાં તાવના ૨૨૯ અને ઝાડા-ઉલટીના ૮૫ કેસો મળ્યા
જામનગરમાં આરોપી સ્કૂટરમાંથી કૂદી ભાગ્યો
જામનગરમાં બળજબરીથી નાણા કઢાવવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ માટે એમઓબી શાખામાં લઈ ગયા બાદ પરત લઈ જતી વખતે ચાલુ સ્કૂટરમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો. આ ગંભીર ઘટનામાં જામનગર જિલ્લા પોલીસ વડાએ સિટી સી ડિવિઝનના એમઓબી વિભાગની મહિલા જમાદાર રાધાબેન ગોજીયાને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપીને સુરક્ષિત રીતે લઈ જવાની જવાબદારીમાં થયેલી બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.