ગોધરા રેલવે પોલીસે 'બદામ ગેંગ' સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સહિત બે ઝડપ્યા
ગોધરા રેલવે પોલીસે 'બદામ ગેંગ' સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સહિત બે ઝડપ્યા
Published on: 11th October, 2026

ગોધરા રેલવે પોલીસે 'બદામ ગેંગ'ના ૧૨ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે ચકલી અને સાગરીત મોહસીન સુલેમાન મીંઢીને ઝડપી પાડ્યા હતા. જોકે, મોહસીન પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ ગેંગ પશ્વિમ રેલવે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધાડ, ચોરી, લૂંટ, સ્નેચિંગ, પશુ ક્રૂરતા અને પોલીસ પર હુમલા સહિત કુલ ૯૩ ગુનાઓમાં સંડોવાયેલી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સલીમ પાસેથી ગુનાહિત કૃત્યો, બિનહિસાબી નાણાં, મોબાઈલ અને સિમકાર્ડની વિગતો મેળવવા ૧૨ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.