જેતપુરમાં વીજતંત્રના ૮૦ લાખના કૌભાંડમાં ૩ ઇજનેર સહિત ૫ સસ્પેન્ડ
જેતપુરમાં વીજતંત્રના ૮૦ લાખના કૌભાંડમાં ૩ ઇજનેર સહિત ૫ સસ્પેન્ડ
Published on: 08th August, 2026

જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોરમાંથી આશરે ૮૦ લાખ રૂપિયાનો સરકારી માલ-સામાન ખાનગી સોલાર કંપનીને વેચવાના ચકચારી કૌભાંડમાં આખરે ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થઈ છે. ગંભીર ગેરરીતિ પ્રકરણમાં માત્ર બદલીઓથી સંતોષ માનવાને બદલે, વડોદરાની વડી કચેરીની તપાસ બાદ ૫ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ માલ સરકારી કામમાં વપરાવાને બદલે સેટિંગ કરી ખાનગી કંપનીઓને વેચી દેવાયો હતો. કૌભાંડ છુપાવવા ગેટ પાસ અને રજિસ્ટરમાં ગોબાચારી કરાઈ હતી.